મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

દૈનિક આરોગ્ય સલાહ

દૈનિક આરોગ્ય સલાહ

કબજિયાત
ડો. મલ્લિકા ઠક્કુર
કબજિયાત થાય ત્યારે સુનામુખી ૫૦ ગ્રામ, સૂંઠ ૨૦ ગ્રામ, સંચળ ૨૦ ગ્રામ, એલચી પાંચ ગ્રામ, આ બધાને મેળવી ચીનીબોર જેવડી ગોળી બનાવી તે રોજ ગોળી ચૂસીને ખાવી. સુનામુખી પેટમાં દુ:ખાવો કરે નહી માટે એના પાન લેવા કાળી કાઢી નાખવી. સુનામુખી સાથે જુલાબનું મીઠું વાપરવાથી દુ:ખાવો થાય નહી. ઓળિયો અને હિંગ સરખે ભાગે લઈ એકથી બે ચમચી રાત્રે લેવાથી કબજિયાત મટે છે.