કિશોરો માટે યોગ |
હિંસાત્મક ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોને જોવાથી ખોટો પ્રભાવ પડે છે અને તેથી કિશોર હિંસક બની શકે છે. યોગાભ્યાસ મન પર શાંતિદાયક પ્રભાવ પાડે છે. તથા થોડા સમય પછી યોગાભ્યાસ કરનારને શોરબકોરવાળા તથા હિંસક કાર્યક્રમો જોવા બહુ ગમતા નથી, અને ધીમે ધીમે તેનું મન સંતુલિત થતું જાય છે.
બાળ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો સંક્રમણ કાળ રોમાંચક તથા પડકારભર્યો હોય છે. આજની દોડધામભરી જિંદગી સાથે કિશોરો ઘણા પ્રકારના તણાવનો ભોગ બની રહ્યા છે. વઢવાની બીકે તેઓ પોતાની સમસ્યાઓને શિક્ષકો કે વાલીઓ સામે રજૂ કરી શકતા નથી. આવી સ્થિતિને કારણે તેમનામાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, ખાસ કરીને નિરાશા-હતાશાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આનાં ઘણાં કારણ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી પરીક્ષામાં સારું પરફોર્મ ન કરે તો હતાશ થઈ જાય છે અને તેથી વિષાદની સ્થિતિમાં આવી જાય છે. આજે કેટલાક યુવાનો પાસે વધુ સ્વતંત્રતા છે તથા ખર્ચવા માટે પૈસા પણ વધુ છે. યુવાવર્ગ પર સારા દેખાવ માટે પણ ઘણાં દબાણ છે. વર્તમાન ફેશનને અનુરૂપ વજન જાળવી રાખવાના પ્રયાસમાં ઘણા યુવાનો ખાનપાનને લગતા વિકાર અને કુપોષણના શિકાર થઈ રહ્યા છે.
યોગનો અભ્યાસ કિશોરોને અનેક રીતે લાભ આપી શકે છે. જો કિશોર ૩૦થી ૪૫ મિનિટ યોગના અભ્યાસને પોતાની દિનચર્યામાં સામેલ કરે તો ઘણું બધું આપમેળે જ થવા લાગશે. સવારે વહેલા ઊઠવું, રાત્રે વહેલા સૂવું, તેમની દિનચર્યામાં આપમેળે જ સામેલ થઈ જશે. આ ઉપરાંત યોગાભ્યાસ તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે. જે જુવાનો પોતાના ભણતરમાં નબળા હોય તેમણે ર્સ્ફૂિતદાયક અભ્યાસ કરવા જોઈએ, જેનો ઊર્જાત્મક પ્રભાવ પડે છે. આ વિષાદના ખતરાને પણ ઓછો કરે છે. કેટલાક અભ્યાસ જેમ કે, ભસ્ત્રિકા, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, કેટલાંક તીવ્ર ગતિના અભ્યાસ વિષાદ દૂર કરવા માટે લાભદાયક હોય છે.
જોકે અહીં જે કંઈ સૂચનો આપવામાં આવ્યાં છે, તેનો પોતાની મેળે અભ્યાસ ન કરશો, બલકે કોઈ તાલીમબદ્ધ માર્ગદર્શકની રાહબરી હેઠળ જ આગળ વધજો. જો કોઈ વ્યક્તિને આરોગ્યને લગતી કોઈ તકલીફ હોય તો તે તબીબની સલાહ લઈ શકે છે.
વધુપડતું ખાવાથી સ્થૂળતા આવે છે અને આ હોર્મોન્સના અસંતુલનનું કારણ પણ હોઈ શકે છે. પોલિસિસ્ટિક ડિમ્બ ગ્રંથિનું સિન્ડ્રોમ વધી રહ્યું છે અને આ છોકરીઓમાં કિશોરાવસ્થા શરૂ થાય એ પહેલાં જ દેખાવા માંડે છે. આ વિકાર ખાસ કરીને મહિલાઓમાં સ્થૂળતા, અનિયમિત માસિક ચક્ર તથા ચહેરા પર વધુ વાળ ઊગે વગેરે છે.
મોટાભાગનાં તથ્યો જે યોગમાં સમાવેલાં છે. (ખરું ખાનપાન, પર્યાપ્ત શારીરિક સક્રિયતા તથા સકારાત્મક અભિગમ) તે કિશોરાવસ્થાની છોકરીઓ તથા છોકરાઓના અસંતુલનને પ્રમાણસર કરી શકે છે. વધુ ખાવાથી સ્વાસ્થ્યને લગતી જાતજાતની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આમ પણ બહુ ખાવાથી પણ અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
યોગાભ્યાસ, ખાસ કરીને કેટલાંક આસન તથા પ્રાણાયામનો અભ્યાસ તથા વ્યવસ્થિત આહાર સ્થૂળતાને દૂર કરવામાં મદદ કરે છે. ચિંતાનું બીજું કારણ વ્યવહારને લગતું છે. અત્યારે ટેલિવિઝન હોય, સિનેમા હોય કે કમ્પ્યુટર ગેમ્સ બધે હિંસા, હિંસા અને હિંસા જ જોવા મળતી હોય છે. હિંસાત્મક ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોને જોવાથી ખોટો પ્રભાવ પડે છે અને તેથી કિશોર હિંસક બની શકે છે. યોગાભ્યાસ (ખાસ કરીને પ્રાણાયામ) મન પર શાંતિદાયક પ્રભાવ પાડે છે. તથા થોડા સમય પછી યોગાભ્યાસ કરનારને શોરબકોરવાળા તથા હિંસક કાર્યક્રમો જોવા બહુ ગમતા નથી, અને ધીમે ધીમે તેનું મન સંતુલિત થતું જાય છે.
તણાવ પણ બહુ મોટું કારણ છે. શૈક્ષણિક દબાણ ,માતા-પિતાનું દબાણ, કંઈક બનવાની આશા તથા સાથીઓ સાથે સમય વિતાવવાની ઇચ્છા, આ બધા ઢગલાબંધ સંઘર્ષને કારણે વધુપડતી તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે. કિશોરાવસ્થામાં વિષાદની સ્થિતિ બીજી સમસ્યા છે. બહુ વધારે ચિંતામાં રહેનારા કિશોર પોતાના તણાવને ઓછો કરવા નુકસાનદાયક વસ્તુઓનો સહારો લે છે. જેમાં આલ્કોહોલ અને અન્ય દવાઓ પણ હોય છે. આવી આદતો ખરેખર બહુ નુકસાનકર્તા હોય છે. યોગાભ્યાસ કિશોરોની ચિંતા ઓછી કરે છે, એ તો સાબિત થઈ ગયું છે. ટૂંકમાં, યોગ કિશોરોને શારીરિકરૂપે સ્વસ્થ રાખવા, વજન સારું રાખવા, પોતાના આવેગોને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. યોગ દ્વારા તણાવ તથા ચિંતા વિષાદના જોખમને ઓછું કરી શકાય છે.