મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

વિના વિઘ્ને ચોક્કસ સફળ

તમે વિના વિઘ્ને ચોક્કસ સફળ થશો, મળે જો આવો સંકેત

 


ઘણી ઘટના કે આપણી આસપાસની બાબતો આપણને સંકેત કરતી હોય છે તે વાત પ્રસિદ્ધ બ્રાઝીલિયન લેખક પોલો કોએલો પણ કહે છે. તો વળી પ્રસિદ્ધ ફિલોસોફર તાઓ પણ કહે છે કે આપણી આસપાસની ઘટના આપણને ભવિષ્યના સંકેત આપે છે.

ભારતમાં આ બાબતને શુકન-અપશુકન તરીકે જોવામાં આવે છે. તમે કોઈ શુભ કાર્યમાટે આગળ વધી રહ્યા હોય ત્યારે નિરિક્ષણ કરો કે તમારી આસપાસ શું ઘટે છે અને આ ઘટના જ તમને સંકેત કરે છે.

અહીં એવી જ એક બાબત વિશે વાત કરીએ...

- જો આપ કોઈ ખાસ કામ માટે બહાર જઈ રહ્યા છે અને ઘરથી નીકળતા સમયે વિવાહિત પતિવ્રતા સ્ત્રી શળૃંગાર કરેલી હોય તે જોવા મળી જાય તો એ શુભ શુકન થયેલા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પતિ વ્રાતા સ્ત્રી સાક્ષાત્ લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

- આ કારણે કોઈ ખાસ કામ કરવા જતા પહેલા તેને જુવો કે વિવાહિત સ્ત્રી સામે મળે તો ઘણુંજ શુભ પરિણામ મળે છે. વિચારેલા બધા કાર્યો પૂરા થઈ જશે.

- કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને સફળતા પ્રાપ્ત થશે. આ શુભ શુકનના પ્રભાવથી ધન સંબંધી કાર્યોમાં પણ લાભ થવાની શક્યતા છે.

- આ સંબંધમાં ધ્યાન રાખનાર વાત આ છે કે તે સ્ત્રી પતિવ્રતા ધર્મનું પાલન કરનારી હોય છે. ત્યારે શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે.