ભારતમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ
વર્ષોથી ભારતમાં વિકાસ આયોજનમાં મહિલાઓ અને બાળકોમાં બિમારીઓ અને
મૃત્યુદર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી
સંકલિત બાળ વિકાસ સેવાઓ (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ –
આઈસીડીએસ) જેવા સંખ્યાબંધ વિકાસ અને જાહેર આરોગ્ય કાર્યક્રમો આ દિશામાં
કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. ભારત ખાસ કરીને માતૃ અને બાળ આરોગ્યના
સંદર્ભમાં સહસ્ત્રાબ્દિ વિકાસ ઉદ્દેશો (મીલેનીયમ ડેવલપમેન્ટ ગોલ્સ) સિદ્ધ
કરવા પ્રતિબદ્ધ છે. સરકાર દ્વારા અમલમાં મુકાતા વિવિધ આરોગ્ય સંભાળ
કાર્યક્રમોના અમલની ખાત્રી પૂરી પાડવા જાગૃતિ નિર્માણ એ મુખ્ય જવાબદારી અને
બૂનિયાદી મહત્વ ધરાવે છે.
આ બહુભાષી પોર્ટલ મહિલાઓ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન સાથે ગ્રામીણ સમુદાયોને આરોગ્ય સંભાળ સંબંધિત ઉપયોગી માહિતી પૂરી પાડીને જાગૃતિ પેદા કરવાનો હેતુ ધરાવે છે. આ પોર્ટલ પોષણ, સ્વાસ્થ્યશાસ્ત્ર, પ્રાથમિક સારવાર અને રોગો જેવા બીજા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.